ગુજરાત
News of Tuesday, 9th March 2021

વડોદરાના હરણી રોડ નજીક નવી બંધાતી સાઈટના સાતમા માળની દીવાલ નીચે ધરાશાયી થતા શ્રમજીવી મહિલાનું ગંભીર ઇજાથી મોત

વડોદરા : શહેરના  હરણી રોડ  પર નવી બંધાતી સાઇટના સાતમા માળે પેરાફિટની દીવાલ બંધાતી  હતી.તે દરમિયાન અચાનક દીવાલ પડતા નીચે રેતી ચાળતી શ્રમજીવી મહિલાને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયુ હતુ.જે અંગે હરણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના મહુડી ગામે રહેતા શકુંતલાબેન જયેશભાઇ ગરાસિયા (ઉ.વ.૨૪) છેલ્લા ચાર દિવસથી હરણી રોડ  પર નવી બંધાતી સિદ્ધેશ્વર હોલીનેસ નામની સાઇટ પર મજૂરી કામ કરતા હતા.આ સાઇટ પર તેમના પતિ અને ભાઇ પણ કામ કરતા  હતા.ગઇકાલે બપોરે શકુંતલાબેન અઢી વાગ્યે શકુંતલાબેન બિલ્ડીંગની નીચે રેતી ચાળતા હતા.અને સાતમા માળે  પેરાફિટની દીવાલનું બાંધકામ કરવામાં આવતુ હતું.તે દરમિયાન અચાનક દીવાલ પડતા રેતી ચાળતા શકુંતલાબેનને ગંભીર ઇજા થઇ  હતી અને તેમનુ મરણ થયુ હતુ.

(5:57 pm IST)