ગુજરાત
News of Tuesday, 9th March 2021

કોરોનાના કારણે ૧૦ ડોકટરોનો ભોગ

૪ ડોકટરના પરિવારને પ૦-પ૦ લાખ સહાય : અન્ય ૪ માટે કેન્દ્રમાં દરખાસ્ત

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૯ :.. રાજયમાં કોરોનાના કારણે સરકારી સેવાઓ આપતા કોરોનાના કારણે થયેલ મૃત્યુ અંગે દાહોદના વજેસિંગભાઇ પણદાના પ્રશ્નના ઉતરમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે તા. ૩૧-૧ર-ર૦ ની સ્થિતીએ છેલ્લા એક વર્ષમાં ૧૦ ડોકટર્સના મૃત્યુ નિપજયા છે. આ જે મૃત્યુ નિપજયા છે તેમાંથી ૪ ડોકટરોના પરિવારોને ડોકટર દીઠ રૂ. પ૦ લાખની સહાય ચુકવવામાં આવી છે. આ ઉપરાંત બાકી રહેલ છ ડોકટરોને પૈકી ૪ ડોકટરોની સહાય માટેની દરખાસ્ત ભારત સરકારમાં ચકાસણી હેઠળ છે. જયારે ર ડોકટર્સની પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના ધારા ધોરણ મુજબ કોરોનાની ડયુટીમાં કાર્યરત ન હોવાથી વીમા યોજનાનો લાભ આપી શકાયેલ નથી.

(4:17 pm IST)