ગુજરાત
News of Tuesday, 9th March 2021

સરકારે ૧૦રપ ભાવ કરારથી પ૪૧ પ્રકારની દવા ખરીદી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૯ :.. ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લીમીટેડ દ્વારા રાજયની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ પુરી પાડવા માટે મળેલ ઇન્ડેન્ટ મુજબ દવાઓની ખરીદી માટે ઓનલાઇન ઇ-ટેન્ડરીંગ પધ્ધતીથી મુખ્ય સમાંતર અને વૈકલ્પીક ભાવકરાર પ્રસ્થાપિત કરવામાં આવે છે. તા. ૩૧-૧ર-ર૦ર૦ ની સ્થિતિએ કુલ પ૪૧ દવાઓના ૧૦રપ ભાવ કરાર અલગ અલગ પેઢીઓ સાથે વર્ષ ર૦૧૮-૧૯ માં બે વર્ષ માટે પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. તેમ કોંગી ધારાસભ્યના પ્રશ્નના ઉતરમાં આરોગ્ય મંત્રી જણાવ્યું હતું. છેલ્લા ર વર્ષમાં દવાઓ પુરી પાડનાર કંપની-એજન્સીને ચુકવેલ રકમની વિગતો. ર૦૧૯-ર૦, રૂ. ૩૯૧,૮૦,૯૦,પ૩ર.૦૦ ર૦ર૦-ર૧ રૂ. ૩પ૦,૮૦,૪પ,૩૭૬-૦૦

(4:11 pm IST)