ગુજરાત
News of Tuesday, 9th March 2021

નર્મદા જિલ્લામાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ વર્ષ-૨૦૨૦માં રૂ. ૧,૬૭,૩૦,૫૦૦ની સહાય ચૂકવાઇ : નિરાધાર વૃદ્ધોના આર્થિક અને સામાજિક વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર

ગાંધીનગર: તા.૯ , ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા અંદાજપત્ર સત્ર દરમિયાન રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે કહ્યું હતું કે, નિરાધાર વૃદ્ધોના આર્થિક અને સામાજિક વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. 

મંત્રીશ્રીએ માહિતી આપતા કહ્યું હતું કે, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાનો અમલ ગુજરાતમાં તા. ૨૫/૦૯/૧૯૯૫થી રાષ્ટ્રીય સામાજિક કાર્યક્રમ હેઠળ કરવામાં 

આવ્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ વૃદ્ધોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ ૬૦ થી ૭૯ વર્ષના વૃદ્ધોને માસિક રૂ. ૭૫૦ની સહાય જેમાં રાજ્ય સરકાર તરફથી રૂ.૫૫૦ અને કેન્દ્ર સરકાર તરફથી રૂ.૨૦૦ અને ૮૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રૂ. ૧,૦૦૦ની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. જેમાં રાજ્ય સરકાર તરફથી રૂ.૫૦૦ અને કેન્દ્ર સરકાર તરફથી રૂ.૫૦૦ આપવામાં આવે છે. આ સહાય ૦ થી ૨૦ના સ્કોરમાં આવતા હોય તેવા BPL કાર્ડ ધારકોના ખાતામાં દરેક મહિનાની ૧ થી ૫ તારીખ સુધીમાં DBT મારફત ચૂકવવામાં આવે છે. 

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, તા.૧/૧/૨૦૨૦થી તા. ૩૧/૧૨/૨૦૨૦ સુધીમાં નર્મદા જિલ્લામાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન (વય વંદના) યોજના હેઠળ ૩૬૯૧ અરજીઓ મળી હતી. જે પૈકી ૩૩૭૯ જેટલી અરજીઓ મંજૂર કરી રૂા.૧,૬૭,૩૦,૫૦૦/-ની સહાય ચૂકવવામાં આવી છે. 

(4:10 pm IST)