ગુજરાત
News of Tuesday, 9th March 2021

ગુજરાતમાં મેડીકલ યુનિવર્સિટી સ્થપાશે

વહીવટી મંજુરી માટે રૂ. ૧૦૦ લાખની જોગવાઇઃ નીતિન પટેલ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૯ : રાજયમાં મેડીકલ યુનિવર્સિટીની સ્થાપના અંગે કોંગ્રેસના અશ્વિન કોટવાલાના પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન પટેલે જણાવ્યું હતું કે તા.૩૧/૧ર/ર૦ ની સ્થિતિથી રાજયમાં મેડિકલ યુનિવર્સિટી સ્થાપનાની બાબત વિચારણાધીન છે.

તા.૬/૧૧/૧૯ ના રોજ રૂ.૧૦૦/-લાખની મંજુરી વહીવટી ખર્ચમાં આપવામાં આવી છે. આ ઉપરાંત યુનિવર્સિટી બનાવવાની વૈદ્યાનિક પ્રક્રિયા પૂર્ણ થયેથી વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

(4:10 pm IST)