ગુજરાત
News of Tuesday, 9th March 2021

સુરતમાં 533 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર : 4 લાખથી વધુ લોકો હાલ ક્વોરેન્ટાઈમાં

અઠવા ઝોનમાં સૌથી વધુ કેસ : આખી સોસાયટીને બદલે 15 થી 20 ઘર કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવાનું શરૂ કરાયું

સુરતમાં કોરોનો કહેર વકરી રહ્યો છે શહેરમાં  533 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. હાલની સ્થિતિએ, 10422 ઘરોમાં 400032 લોકોને ફરજિયાત ક્વોરેન્ટાઇન કરાયા છે. તો સાથે જ સુરતમાં કોરોના ટેસ્ટ પણ વધારાયા છે. પાલિકા દ્વારા લોકોને ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરાઈ છે. હાલ સુરતના અઠવા ઝોનમાં સૌથી વધુ કેસ છે. આખી સોસાયટીને બદલે 15 થી 20 ઘર કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવાનું શરૂ કરાયું છે.

(1:23 pm IST)