ગુજરાત
News of Tuesday, 9th March 2021

આમ આદમી પાર્ટી દ્ધારા મિશન૨૦૨૨ અંતર્ગત સભ્ય બનવા માટે નંબર જાહેર કર્યો

આવનાર ૬ મહિનામાં ૫૫૦૦૦ બૂથો પર સંગઠન કરાશે : ૫૦ દિવસમાં ૫૦ લાખ સભ્યોને જોડવા ટાર્ગેટ

આમ આદમી પાર્ટી દ્ધારા મિશન૨૦૨૨ ને લઈને સદસ્યતા અભિયાન માટે નંબર જાહેર કર્યો છે જેમાં આવનાર ૫૦ દિવસમાં ૫૦ લાખ લોકોને આપમાં જોડાવાનો ટાર્ગેટ રાખ્યો છે,આવનાર ૬ મહિનામાં ૫૫૦૦૦ બૂથો પર સંગઠન કરવામાં આવશે
સભ્ય નોંધણી અભિયાનમાં શહેરો તથા ગામના લોકોને જોડશે આપમાં નવા સભ્ય જોડવા માટે મિસ્ડ કોલ નંબર ૭૨૮૦૦૩ ૮૦૦૩ જાહેર કર્યો છે જેની પર મિસ્ડ કોલ કરી આપ આદમી પાર્ટીમાં જોડાઈ શકો છો.

(8:47 pm IST)