News of Saturday, 9th March 2019
વડોદરા મહાનગર પાલિકા બહાર હંગામી સફાઈ કર્મચારીઓના ધરણા પ્રદર્શન ;કાયમી કરવા માંગણી
વડોદરા મહાનગર સેવાસદનના હંગામી સફાઇ કર્મચારીઓએ ફરી એક વખત સેવાસદન કચેરી પર ધરણા યોજ્યા હતા. હંગામી સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ કરી હતી
આ અગાઉ બે મહિના પહેલા વિવિધ માંગણીઓને લઈને સેવાસદન ખાતે ધરણા કર્યા હતા. અને ત્યારે કાયમી કરવાની હૈયા ધારણ આપવામાં આવી હતી. પરંતુ સત્તાધીશોએ કોઈ કાર્યવાહી ન કરતા સફાઈ કામદારોએ ધરણા પ્રદર્શન કર્યું હતું..અને કાયમી કરવાની માંગ કરી હતી.
(8:45 am IST)