ગુજરાત
News of Friday, 9th March 2018

ઊંઝામાં 4,5 લાખના 40 લાખ ચૂકવ્યા છતાં 8 લાખ માંગી મકાન પડાવી લેનાર નગરપાલિકા પ્રમુખના વ્યાજખોર પતિની ધરપકડ

મકાન વિહોણા ગણપતભાઈ એક શહેરમાંથી બીજા શહેરમાં ભટકે છે :વ્યાજખોર જીતુ ઉર્ફે મિલન પટેલને પકડી લેવાયો

 

મહેસાણા:ઉંઝામાં વ્યાજખોરનો આતંક બહાર આવ્યો છે એક વ્યક્તિને 4,50 લાખની રકમ આપ્યા બાદ 40 લાખ વસૂલી લીધા છતાં પણ 8 લાખની માંગણી કરી હતી જે નહિ સંતોષાતા વ્યાજખોરે તેનું મકાન પડાવી લેવાના આરોપસર નગરપાલિકાના પ્રમુખના વ્યાજખોર પતિની પોલીસે ધરપકડ કરી છે. આ વ્યાજખોરે એક પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેનું મકાન પચાવી પાડ્યુ છે.

    ઉંઝા પોલીસે વ્યાજખોર જીતુ ઉર્ફે મિલન પટેલ ઉંઝા નગરપાલિકાની મહિલા પ્રમુખના પતિ છે આ વ્યાજખોરે ગણપતભાઇ નામના એક વ્યકિતનું મકાન પડાવી લીધુ હતું ગણપતભાઇ હાલમાં તેના પરિવાર સાથે એક શહેરથી બીજા શહેર ભટકે છે. 4.5 લાખની વ્યાજે લીધેલી રકમની સામે 40 લાખ લઇ લીધા. વધુ 8 લાખ માંગ્યા જે ગણપતભાઇ ન ચૂકવી શકતા તેના મકાનને પડાવી લીધુ. જે પછી ગણપતભાઇએ પોલીસને કરેલી રજૂઆત બાદ પોલીસે આ વ્યાજખોરને પકડી પાડ્યો છે.

પોલીસે એવા લોકોને અપીલ કરી છે જે આ વ્યાજખોરના ત્રાસનો ભોગ બન્યા હોય ત્યારે ઉંઝા નગરપાલિકાની મહિલા પ્રમુખના વ્યાજખોર પતિ જીતુ પટેલ સામે હવે પોલીસ કેટલા કડક પગલા ભરે છે તે મહત્વનું બની રહેશે.

(1:40 am IST)