ગુજરાત
News of Friday, 9th March 2018

સુરતમાં આવાસ યોજનાના નામે લાખોની છેતરપિંડી :યાસ્મિન અને રિયાઝની ધરપકડ

મકાન અપાવી દેવાની લાલચ આપીને 4 લાખના ચેક લીધા :સાત લોકોની ફરિયાદ :માસ્ટર માઈન્ડનું નામ ખુલ્યું

સુરતમાં આવાસ યોજનામાં મકાન આપવાની લાલચ આપીને અનેક લોકો સાથે લાખોની છેતરપિંડી કરાઇ છે. અત્યારસુધીમાં 7 વ્યકિતની ફરિયાદ મળી છે.અને  21 લાખની છેતરપિંડી થઇ હોવાની વાત સામે આવી છે.

    સુરત રાંદેર પોલીસના જાપ્તામાં આવી ગયેલા યાસમીન અને રીયાઝે અનેક લોકોની સાથે લાખોની છેતરપિંડી કરી છે. આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચ આપીને 1 વ્યક્તિ પાસેથી 4 લાખના ચેક લીધા. અત્યારસુધીમાં કુલ 7 લોકો ભોગ બન્યાની વાત સામે આવી છે. 21 લાખની છેતરપિંડીની ફરીયાદ બાદ પોલીસે આ યાસમીન અને રીયાઝની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી છે.

   સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે યાસમીન અને રીયાઝ તો શતરંજના વઝીર છે. મુખ્યમંત્રી આવાસ યોજનામાં માસ્ટર માઇન્ડ તરીકે હેમલતા ચૌધરીનું નામ સામે આવ્યુ છે. જે હાલમાં ફરાર છે. જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી છે. તો ચર્ચા એવી છે કે આવાસ યોજનામાં મકાન આપવાનું આ કૌભાંડ લાખોનું નહીં પરંતુ કરોડોનું છે 5 કરોડની છેતરપિંડી થયાની ચર્ચા ચાલી રહી છે
  . આ કૌભાંડમાં અનેક લોકો ભોગ બન્યા હોય શકે છે. જે હેમલતાના પકડાયા બાદ જ સાચી હકિકત બહાર આવશે. બની શકે હેમલતા ચૌધરીની પાછળ પણ મોટા માથાઓ હોય શકે છે જેથી તે શકયતાને પણ નકારી શકાય તેમ નથી.

(1:32 am IST)