ગુજરાત
News of Friday, 9th March 2018

સુરતના બિલ્ડર હિતેશ રબારી આપઘાત કેસમાં પ્રેમિકા જ્યોતિના બે દિવસના રિમાન્ડ મંજુર

નાણાંકીય વ્યવહાર, મોબાઇલ ફોન તેમજ ક્રેડિટ-ડેબિટ કાર્ડની તપાસ કરાશે

 

સુરત: સુરતના બિલ્ડર હિતેશ રબારી આપઘાત કેસમાં હિતેશની પ્રેમિકા જ્યોતિ સોલંકીનાં બે દિવસનાં રિમાન્ડ મંજુર થયા છે જે દરમિયાન પોલીસ નાણાંકીય વ્યવહાર, મોબાઇલ ફોન તેમજ ક્રેડિટ-ડેબિટ કાર્ડની તપાસ કરશે પોલીસે 9 દિવસનાં રિમાન્ડની માગણી કરી હતી. જજે તા. 11મીએ સવારે 11 વાગ્યા સુધીનાં બે દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

   અત્રે ઉલ્લેખનીય છે કે યુવા બિલ્ડર હિતેશ રબારીએ ગણદેવી ખાતે આવેલા પોતાના વીર સ્ડટ ફાર્મ હાઉસ પર ગઈ તા. 22-6-17ના રોજ પિસ્તોલમાંથી લમણે ગોળી ધરબી દઈ આપઘાત કરી લીધો હતો. ઘટનામાં તેની પ્રમિકા જ્યોતિ વ્યોમેશ સોલંકી સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા
   કાનૂની જંગ બાદ આખરે બિલિમોરા પોલીસે જ્યોતિને શુક્રવારે બિલિમોરા કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં મોબાઇલની તપાસ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડની તપાસ ઉપરાંત નાણાંકીય વ્યવહારોની તપાસ કરવાની હોવાનાં કારણો આપી પોલીસે 9 દિવસનાં રિમાન્ડની માગણી કરી હતી. જજે બે દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.

(11:46 pm IST)