ગુજરાત
News of Friday, 9th March 2018

મુળ પોરબંદરના અને અમદાવાદમાં રહેતા હર્ષ મદલાણીએ તેની ગર્લફ્રેન્ડના પિતાને પુત્રીના બિભત્સ ફોટા મોકલીને સોશ્યલ મીડીયામાં વાયરલ કરવાની આપી ધમકી : ૨૫ લાખની કરી માંગણી : પોલીસે કરી ધરપકડ

અમદાવાદ : કોલેજ ફ્રેન્ડના બિભત્સ ફોટા પાડી તેના પિતા પાસે રૂ. 25 લાખની ખંડણી માગનાર મુળ પોરબંદરનો અને હાલ અમદાવાદમાં રહેતા આરોપી હર્ષ દિપકભાઈ મદલાણીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચએ ઝડપી પાડ્યો છે. અમદાવાદ શહેરના એલ જે કોલેજમાં ભણતી વિદ્યાર્થીની સાથે આ ઘટના બની છે.

મળતી માહિતી પ્રમાણે આરોપી હર્ષ મદલાની દ્વારા યુવતીના જામનગરના વેપારી એવા પિતાને વોટ્સએપમા તેમની દીકરીના બિભત્સ ફોટો મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ ફોન કરી રૂ. 25 લાખની ખંડણી માંગી હતી. અને જો રૂ. 25 લાખ તેઓ નહીં આપે તો તેની પાસે યુવતીના આવા અસંખ્ય ફોટા છે. જે સોશ્યલ મીડિયામાં વાયરલ કરી તેમને અને તેમની દીકરીને બદનામ કરી દેશે તેવી ધમકી આપી હતી.

આરોપી દ્વારા યુવતી સાથે મિત્રતા કેળવી હોટેલમા બોલાવી આ બિભત્સ ફોટા પાડવામાં આવ્યા હતા. દીકરીના પિતા દ્વારા આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે ક્રાઇમ બ્રાન્ચે આરોપી હર્ષ મદલાણીને ઝડપી પાડી વધું તપાસ હાથ ધરી છે.

 

(12:28 am IST)