ગુજરાત
News of Friday, 9th March 2018

ચાણસ્મા-મહેસાણા હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે મોતને ભેટ્યા:6ને ગંભીર ઇજા

પાટણ: ચાણસ્મા – મહેસાણા હાઇવે પર મીઠાધરવા અને લણવા વચ્ચે ગુરૂવારે ઇકોગાડી – અલ્ટો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બે યુવાન ના ઘટના સ્થળે મોત થયા હતા. બનાવની જાણ થતા 108 ટીમ સહિત આરોગ્ય ટીમ મદદ પાંચ ઇજાગ્રસ્તો તાત્કાલી સારવાર અપાઇ હતી. વધુ સારવાર માટે મહેસાણા સીવીલ ખાતે ખસેડ્યા હતા. જયારે સામે અલ્ટોગાડીના સવાર એક નાના- મોટી ઇજાઓ થઇ હતી. ગુરૂવારે પેસેન્જર ભરેલી ઇકો ગાડી મહેસાણાથી ચાણસ્મા તરફ આવી રહી હતી. જયારે સામેથી મહેસાણા અલ્ટો ગાડી ચાણસ્મા તરફ જઇ રહી હતી. બન્ને ગાડી વચ્ચે લણવા- મીઠાધરવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકોગાડી મુસાફરો ભરેલી હોવાથી આ અકસ્માત ઇકોગાડી સવાર બે યુવાનના અકસ્માત દરમ્યાન દરવાજો તૂટી જતા ગાડી નીચે આવી જતા ઘટનાસ્થળે મોત થયા હતા. જયારે અન્ય પાંચ સારવાર માટે લણવા આરોગ્યમાં ત્યારબાદ વધુ સારવાર માટે મહેસાણા સિવિલ ખસેડાયા હતા.

(5:59 pm IST)