ગુજરાત
News of Friday, 9th March 2018

માલપુરના રઘુનાથપુર વિસ્તારમાં ગટરનું પાણી ચોક અપ થઇ જતા લોકોને ભારે હાલાકી

માલપુર:માં રૃઘનાથપુર રોડ બગીચા વિસ્તારમાં આવેલી મુખ્ય ગટરનું પાણી ચોકઅપ થઈ જતાં અતિશય દુર્ગંધ મારતાં આ રોડ ઉપર પસાર થતાં રહીશો તેમજ બાજુમાં આવેલ સ્કુલના બાળકો પરેશાન થઈ ગયા છે.અતિશય મચ્છરોના ઉપદ્વને લઈ બાળકોના સ્વાસ્થય સાથે ચેડા થઈ રહયા છે.જેથી સત્વરે આ ગટર સાફ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દરેક ગામ તાલુકા દિઠ પ્રશાસન દ્વારા ગટર વ્યવસ્થા, સફાઈની વ્યવસ્થા નિયમિત થતી હોય છે.જયારે અરવલ્લી જિલ્લાના માલપુર નગરમાં રૃઘનાથપુર રોડ બગીચા વિસ્તારમાં આવેલી મુખ્ય ગટરમાં સમગ્ર ગામનું ગંદુ પાણી એકઠું થાય છે.તેમજ અન્ય વાસી કચરો પણ તેમાં ઠલવાય છે.જેથી ગટર ચોકઅપ થઈ જાય છે અને અસહ્ય દુર્ગધ મારે છે.આ મુખ્ય ગટર ની પાસે સ્કુલ આવેલી છે.જયાં   બાળકો અભ્યાસ કરે છે.જેથી આ ગટરના પાણીને લઈ મચ્છરોનો ઉપદ્વ વધતાં બાળકોના સ્વાસ્થયને ગંભીર નુકશાન થઈ રહયું છે.
આ અંગે અરવલ્લી જિલ્લા હિન્દુ યુવા વાહિની અધ્યક્ષ  દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવાયા નથી.તો સત્વરે આ  ગટર સાફ કરાય તેવી માંગ ઉઠવા પામી છે

(5:56 pm IST)