ગુજરાત
News of Thursday, 8th March 2018

આરોપી સાથે પોલીસ કર્મચારીઓની મિજબાની : સુરતની પોલીસ ચોકીનો VIDEO થયો વાયરલ

સુરત પોલીસ ચોકીમાં આરોપી અને પોલીસ કર્મચારીઓની નાસ્તાની મિજબાનીના વીડિયો વાયરલ થતા વિવાદ થયો છે. લાખોની છેતરપિંડીના આરોપસર ઝડપાયેલા આરોપી સાથે પોલીસ કર્મચારીઓ જલેબી-સમોસાની જલસા પાર્ટી કરતા હતા. 19.66 લાખની છેતરપિંડીના કેસમાં સતવીરતસિંહ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપી હાલ રિમાન્ડ પર છે. પરંતુ તેને લોકઅપ રૂમમાં રાખવાને બદલે ચોકીમાં લાવી નાસ્તો કરાવાયો હોવાની ફરિયાદ થઈ છે. સલાબતપુરા ટેક્સટાઇલ્સ પોલીસ ચોકીનો યોગેશ પાટીલ નામનો પોલીસ કર્મચારી અને આરોપી નાસ્તાની મિજબાની માનતા કેમેરામાં કેદ થયા છે. પોલીસ ચોકી પર ગયેલા ફરિયાદીએ આ મિજબાની પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી હતી. આ મામલે ફરિયાદીએ પોલીસ કમિશનરને રૂબરૂમાં ફરિયાદ કરી છે.

(8:42 pm IST)