ગુજરાત
News of Thursday, 8th March 2018

ગાંધીનગરમાં રહેમરાહે સરકારી નોકરી ન મળતા નટવરસિંહ ચૌહાણનો આત્મવિલોપનનો પ્રયાસઃ અટકાયત

ગાંધીનગરઃ રહેમરાહે સરકારી નોકરી ન મળતા ગાંધીનગર કલેકટર કચેરીના મેદાનમાં ૪૧ વર્ષીય નટવરસિંહ ચૌહાણે આત્મવિલોપનનો પ્રયાસ કરતા તેમની અટકાયત કરવામાં આવી હતી.

ગાંધીનગર જિલ્લાના લવાડ ગામમાં રહેતા નટવરસિંહ ના પિતા વિજયસિંહ નું અવસાન 1990માં થયું હતુ ત્યારે તે બાગાયત વિભાગ ગાંધીનગર માં ફરજ બજાવતા હતાં. તેમના મૃત્યુ બાદ નટવરસિંહે રહેમરાહે નોકરી મેળવવા માટે અરજી કરી હતી. જોકે તેમને એક વર્ષ બાદ નોકરી મળી હતી પણ છ મહિના બાદ તેમને કોઈ કારણ વિના છુટા કરી દેવામાં આવ્યા હતા. જેથી તે હાઈ કોર્ટ માં ગયા હતા જ્યાં 2005 કોર્ટે હુકમ કર્યો હતો કે તેમને તાત્કાલિક અસરથી ફરજ પર લેવા પણ ફરજ પર લીધા ના 2 વર્ષ માં ફરીથી છુટા કરી દેતા નટવરસિંહે આ અંગે અનેક રજુઆત કરી હતી પણ તેમની રજુઆત ને ધ્યાન માં લેતા તેમને 8મી તારીખે કલેક્ટર ઓફિસમાં આત્મવિલોપન ની ચીમકી આપી હતી.

તેના પગલે આજે સવારથી જ પોલીસે સ્ટાફ રોકી દીધો હતો અને આત્મવિલોપન ના બનાવને રોકવા ની તૈયારી કરી હતી. આ સમયે એક વ્યક્તિ મુખ્ય દરવાજા પાસે આવીને શરીર પર કેરોસીન છાંટી દીધું હતું . જોકે દીવાસળી ચાંપે એ પહેલાં પોલીસે ઝડપી લીધો હતો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

(8:03 pm IST)