ગુજરાત
News of Thursday, 8th March 2018

આણંદ દીકરીને લેવા આવેલ જૂની પત્નીને પતિએ મારઝૂડ કરતા પતિ સહીત ચાર વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ:શહેરના ગુજરાતી ચોક પાસે આજે સવારના સુમારે પોતાની દીકરીને દવા લેવા માટે આવેલી જૂની પત્નીને પતિ જોઈ જતાં તેણે નવી પત્ની, ભાઈ અને બહેનની મદદથી મારઝુડ કરતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ખંભાત ખાતે રહેતી મુળ ઝકરીયા સ્ટ્રીટ, પોલસન ડેરી, આણંદની શહેનાઝબાનુએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેણીના લગ્ન મન્સુરમીંયા સાકરીમમીંયા શેખ સાથે થયા હતા. સુખી લગ્નજીવનના ફળસ્વરૂપે ચાર દીકરીઓના જન્મ બાદ પતિ મન્સુરમીંયાએ તેણીને તરછોડી દીધી હતી અને ખુશ્બુ નામની બીજી યુવતી સાથે લગ્ન કરી લીઘા હતા. જેને લઈને બન્ને વચ્ચે તકરાર વધી જવા પામી હતી. આજે શહેનાઝબાનુ પોતાની દીકરીની દવા લેવા માટે આણંદ આવ્યા હતા ૧૧ વાગ્યાના સુમારે ગુજરાતી ચોક પાસેથી જતા હતા ત્યારે મન્સુરમીંયા જોઈ જતાં તેણે ફોન કરીને નવી પત્ની ખુશ્બુ, બહેન સલમાબેન તથા ભાઈ સરફરાઝભાઈ ઉર્ફે ટીનાભાઈને બોલાવ્યા હતા અને ચારેય જણાંએ ગમે તેવી ગાળો બોલીને મારઝુડ કરી હતી.
જોતજોતામાં લોકોનું ટોળુ એકત્ર થઈ જવા પામ્યુ ંહતુ. જેથી શહેનાઝબાનુ મન્સુરમીંયાને રીક્ષામાં બેસાડીને આણંદ શહેર પોલીસ મથકે લઈ આવ્યા હતા જ્યાં પોલીસ મથકની બહાર જ બન્ને વચ્ચે છૂટા હાથની મારામારી થવા પામી હતી. દરમ્યાન પોલીસ સ્ટાફ આવી જતાં બન્નેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં શહેનાઝબાનુની ફરિયાદને આધારે ચારેય વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

(7:05 pm IST)