ગુજરાત
News of Thursday, 8th March 2018

પૈસાની લાલચ આપી સુરતમાં કારખાનેદારે પાંચ ટીનેજર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા અરેરાટી

સુરત:કારખાને બોલાવી તરૃણોને પૈસાની લાલચ આપી સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરતા યુવાન કારખાનેદાર વિરુધ્ધ વરાછા પોલીસે ગુનો નોંધ્યો છે.

એક યુવાન પાસે કારખાનેદારના કરતૂતનો વિડીયો આવતાં કારખાનેદારે તેને રૃ. ૫૦૦૦ આપવાની ઓફર કરી વિડીયો ડીલીટ કરવા કહ્યું હતું. જો કે, યુવાને ભોગ બનેલા તરૃણને પોલીસ મથકે બોલાવી કારખાનેદારનો ભાંડો ફોડી નાંખ્યો હતો. કારખાનેદારે પાંચ તરૃણો સાથે આવું કૃત્ય કર્યુ છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જૂનાગઢના વતની અને સુરતમાં વરાછા વિસ્તારમાં રહેતા તેમજ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા ૨૦ વર્ષિય યુવાન નિર્ભય (નામ બદલ્યું છે) ને ચાર દિવસ અગાઉ તેના તરૃણ મિત્રએ એક વિડીયો આપ્યો હતો.

જેમાં વરાછા માતાવાડી કમલપાર્ક સોસાયટી ઘર નં. ૧૧૫ માં રહેતો ૪૦ વર્ષિય કારખાનેદાર રાણાભાઈ જોધાભાઈ સાખટ પોતાના કારખાનામાં નિર્ભયના ૧૫ વર્ષિય મિત્ર સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરતો નજરે ચઢયો હતો.

વરાછા પોલીસે નિર્ભયની ફરિયાદના આધારે કારખાનેદાર રાણાભાઈ વિરુધ્ધ સૃષ્ટિ વિરુધ્ધના કૃત્યનો ગુનો નોંધી ભોગ બનેલા ૧૫ વર્ષિય તરૃણનું મેડીકલ ચેકઅપ સ્મીમેર હોસ્પિટલ ખાતે કરાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કારખાનેદારે જે તરૃણો સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કર્યુ છે તે તમામ તેના પરીચિત છે. ભોગ બનનાર તરૃણ અનસૂચિત જાતિનો હોય આ બનાવની વધુ તપાસ એસીપી 'એ' ડિવીઝન આર. એલ. સોલંકી કરી રહ્યા છે.

(6:00 pm IST)