ગુજરાત
News of Thursday, 8th March 2018

ડીસાના સાંડીયા નજીક ટ્રેનની હડફેટે 9 અબોલ પશુના મોત

ડીસા:તાલુકાના સાંડિયા ગામ પાસે આજે વહેલી સવારે ૬ વાગ્યાના સુમારે ભીલડી પાલનપુર સેસેન્જર ટ્રેનની અડફેટે આવતા ૯ અબોલ ગાયોના મોત નિપજયા હતા અને ૩ ગાયો ઘાયલ થતા આ ઘાયલ ગાયોને ટેટોડા ગૌશાળા ખાતે ખસેડવામાં આવી હતી.
હાલમાં પાલનપુર-ગાંધીધામ રેલ્વે ડબલ લાઈન ની કામગીરી ચાલુ છે ત્યારે રેલ્વે ટ્રેક પર બંને બાજુ ફેન્સી વાડ નાંખેલ હોવાથી ગાયો બહાર નીકળી શકતી ન હોવાથી પેસેન્જર ટ્રેનની અડફેટે આવતા કુલ ૧ર રખડતી ગાયોમાંથી ૯ ગાયોના ઘટના સ્થળે મોત નીપજયા હતા. જયારે ૩ ગાયો ઘાયલ થવા પામી હતી. આ ચકચારી ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ડીસા તાલુકાના જીવદયા પ્રેમી ગીરીશભાઈ ઘટના સ્થળે દોડી આવી તેઓએ ડીસા મામલતદાર લોરવાડા પશુ ચિકીત્સક ડૉ. ડી.ડી. પટેલ, ડીસા નાયબ મામલતદાર નાગોરી તેમજ આર.પી.એફ મીણા રેલ્વે અધિકારીઓ ઘટના સ્થળે આવી મૃતક ગાયોનુ સ્થળ પર પેનલ ડૉકટરો દ્વારા પી.એમ. કરેલ ત્યાંજ સ્થળ પર જે.સીબી. દ્વારા ખાડો કરીને દફનાવી દેવામાં આવી હતી.
રેલ્વે તંત્ર દ્વારા એકબાજુ કાંટાળી વાડ બનાવવાને લીધે અવાર નવાર આવા બનાવો બનતા જોવા મળે છે તો લોકોની માંગણી છે કે નવીન રેલ્વે લાઈન બનાવતી વખતે જે કાંટાળી વાડ બનાવવામાં આવેલ છે તે તાકીદે દુર કરી આવા અબોલ પશુઓને મોતના મુખમાંથી બચાવી શકાય.

(5:57 pm IST)