ગુજરાત
News of Friday, 9th March 2018

નારી શક્તિને સલામઃ અમદાવાદ મ‌ણિનગર રેલવે સ્ટેશનનું સંચાલન મહિલા કર્મચારીઓઅે કર્યું

અમદાવાદ: આજે વિશ્વ મહિલા દિન નિમિતે રેલવે દ્વારા અેક અનેરો પ્રયાસ કરીને મણિનગર રેલવે સ્ટેશનનું સંચાલન રેલવેની મહિલા કર્મચારીઓને સોંપીને નારી શક્તિને સલામ કરી હતી.

ટિકિટ ઈશ્યૂ કરવાથી લઈને રેલવે સ્ટેશનની સુરક્ષા કરવાનું કામ પણ આજે માત્ર મહિલાઓ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. ડિવિઝન રેલવે મેનેજર દિનેશ કુમારના જણાવ્યા અનુસાર, આ સ્ટેશન પર કુલ 34 મહિલાકર્મીઓની નિમણૂંક કરવામાં આવી છે. મણિનગર રેલવે સ્ટેશને ફાઈનાન્સ ઓપરેશન્સ માટે 9 મહિલા, 10 વર્કિંગ સ્ટાફ તેમજ 4 ચેકિંગ સ્ટાફની નિમણૂંક કરાઈ છે.

આ ઉપરાંત, એક સ્ટેશન અધિક્ષક ઉપરાંત ત્રણ અને સુરક્ષા વિભાગ દ્વારા 10 મહિલાઓને તૈનાત કરવામાં આવી છે. મણિનગર રેલવે સ્ટેશન ગુજરાતનું પહેલું એવું રેલવે સ્ટેશન બન્યું છે કે જેનું સંચાલન માત્ર મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

(5:35 pm IST)