ગુજરાત
News of Thursday, 8th March 2018

સરકારનું કરજ ૧૬૦૬૬ કરોડ

સરકારે વ્યાજ પેટે કરોડો રૂ. ચૂકવ્યાઃ વિધાનસભામાં માહિતી

ગાંધીનગર તા. ૮ :.. રાજય સરકારના જાહેર દેવા અંગે કોંગ્રેસના મહમદ જાવીદ પીરઝાદાએ પુછેલા પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ ર૦૧પ-૧૬ ના વર્ષમાં જાહેર દેવુ રૂ. ૧૮૦૭૪૩ કરોડ અને ર૦૧૬-૧૭ ના વર્ષમાં રૂ. ૧૯,૬૮૦૯ કરોડ હતું. વર્ષ ૧પ-૧૬ માં રૂ. ૧૭ર૯ર કરોડ વર્ષ ૧૬-૧૭ માં રૂ. ૧૬૦૬૬ કરોડનો જાહેર દેવામાં વધારો થયો છે.

સરકારે છેલ્લા બે વર્ષમાં આ જાહેર દેવાની રકમ ઉપર વર્ષ ર૦૧પ-૧૬ માં રૂ. ૧૪૪પ૬ કરોડ અને વર્ષ ર૦૧૬-૧૭ માં રૂ. ૧૬૧૧૪ કરોડનું વ્યાજ ચુકવેલ છે. અને રાજય સરકારે આ દેવું ઘટાડવા જરૂરી પગલા લેવામાં આવેલ છે.

રાજવિતીય શિસ્તનું પાલન અને તે દેવું રાજયના વિકાસ માટે મુડી ખર્ચની જરૂરીયાત પ્રમાણે અને કેન્દ્ર સરકાર દ્વારા નકકી કરેલ મર્યાદાની અંદર રહે છે.

(4:32 pm IST)