ગુજરાત
News of Thursday, 8th March 2018

ફી પ્રશ્ને રાત્રે ખાનગી શાળા સંચાલકોની તાકીદની બેઠક મળશે

આખા વર્ષની ફી ભરી ન હોય તેજ ફી કમિટીની સમીક્ષા થશે

રાજકોટ, તા. ૮ :  ગુજરાત રાજયમાં અમલી બનેલ ફી નિરધારણ કાયદાની અમલવારી પૂર્વ અનેક હંગામી ફી જાહેર કરી છે.  ફી પ્રશ્ને ખાનગી શાળાઓના સંચાલકો અને વાલીઓ વચ્ચે દિનપ્રતિિદિન ઘર્ષણ વધી રહ્યું છે ત્યારે ફી પ્રશ્ન લટકી રહ્યો છે.

આજે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ન્યુ એરા સ્કુલ રૈયા રોડ ખાતે સાંજે ૬-૩૦ કલાકે એક તાકીદની બેઠક મળી છે. જેમાં ફી રેગ્યુલાઇઝડ કમિટી માટેની અત્યારની સ્થિતિ અને ફોર્મ ભરવાની માહિતીનું માર્ગદર્શન તેમ આરટીઇમાં આવેલ ફીની ચર્ચા થશે.

(4:30 pm IST)