રાજયસભા માટે નવા ચહેરાને તક આપવાની કોંગીમાં લાગણીઃ 'ગાજતા'નામો સામે કચવાટ
ગાંધીનગર તા. ૮ : આગામી ર૩મી માર્ચના રોજ યોજાનારી રાજયસભાની ચાર બેઠકોની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં બે સભ્યો ભાજપના છે. તેમના નામની જાહેરાત કરી દેવામાં આવી છે હવે કોંગ્રેસ પક્ષે પોતાના બે સભ્યોના નામ જાહેર કરવાના બાકી છે.
કોંગ્રેસ પક્ષમાં ધારાસભ્યોની ખાનગી બેઠકો શરૂ થઇ છે. આ બેઠકોમાં મુખ્યત્વે હાલમાં ચર્ચાતા હોય દીપક બાબરીયા, સિધ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકીના નામ સામે નારાજગીનો ં શુર ઉભો થવા પામ્યો છ.ે મોટા ભાગના કોંગ્રેસના સભ્યો નવા સદસ્યોને તક આપવામાં આવે તેવી લાગણી ઉભી થઇ છે આ બેઠકોમાં નવા યુવાન અને હોશિયાર વ્યકિતત્વને તક આપવી જોઇએ.
પક્ષ દ્વારા જો આવા જુના નામને નકકી કરવામાં આવશે તો પક્ષમાં એક ચોક્કસ પ્રકારના વિરોધના શરૂઆત કરવામાં આવે તેવી પરિસ્થિતિનું નર્માણ થશે.