ગુજરાત
News of Thursday, 8th March 2018

ગુજરાત સરકારની ઘોર બેદરકારી છતીઃ ગરીબ વિદ્યાર્થીઓને વિતરણ કરવાની પ૦૦૦ સાઇકલો ધૂળ ખાઇ રહી છે.

આણંદઃ રાજ્ય સરકાર અવારનવાર ગરીબ વિદ્યાર્થીઓ માટે અવનવી યોજનાઓ જાહેર કરતી હોય છે. જે અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને આપવા માટેની પ૦૦૦ સાઇકલો હજુ સુધી આ  જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચી નહીં હોવાનું ખુલતા સરકારની આ બેદરકારી સામે વાલીઓમાં રોષ ફેલાયો છે.

આણંદ જિલ્લા શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ગુજરાત સરકારે ગરીબ વિદ્યાર્થીઓના લાભાર્થે 5000થી વધુ સાઈકલો વિતરણ કરવા આપી હતી. પરંતુ જિલ્લા શિક્ષણ વિભાગની નિષ્કાળજીને પગલે સહાય ગરીબ વિદ્યાર્થીઓ સુધી પહોંચી નથી. સરકારે સાઈકલો 2015ના વર્ષમાં ગરીબ વિદ્યાર્થીઓના લાભાર્થે આપી હતી, પંરતુ શિક્ષણ વિભાગે સાઈકલો છેલ્લા ત્રણ વર્ષથી ધૂળ ખાતી મૂકી છે. પરંતુ શિક્ષણ વિભાગે સાઈકલો વિતરણ કરીને સંઘરી રાખી છે.

સાઈકલો બોરસદની વઘવાલા શાળામાં ધૂળ ખાતી પડી રહી છે. અંગે જિલ્લા શિક્ષણાધિકારીને પૂછતા તેમણે મૌન સેવ્યું હતું અને સમગ્ર મામલે ઢાંક પિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો.

(5:29 pm IST)