ગુજરાત
News of Thursday, 8th March 2018

પ્રવિણ તોગડિયાની કાર સાથે ટ્રેલર અથડાવવાની ઘટનામાં વિહિપના નેતાઅે તેઓનું હત્‍યાનો પ્રયાસ થયાનો આક્ષેપ કર્યોઃ કહ્યું, પ્રવાસ દરમિયાન તેમની આગળ અેસ્‍કોર્ટ કાર અને પાછળ સુરક્ષા વાન હોય છે, પરંતુ આ ઘટના વખતે સુરક્ષા વાન નહોતી

સુરતઃ વિશ્વ હિન્દુ પરિષદના તેજોતર્રાર નેતા પ્રવિણ તોગડિયાની કાર સાથે સુરત નજીક ટ્રેલર અથડાયુ હતું. આ ઘટનાના પ્રત્યાઘાત આપતા તેઓઅે અેવો આક્ષેપ કર્યો હતો કે, અકસ્‍માતના માધ્યમથી તેમની હત્યાનો પ્રયાસ થયો છે. જો કે દુર્ઘટના તેમનો આબાદ બચાવ થયો હતો.

તેમણે કહ્યું તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. તેમજ તેમના પ્રવાસ દરમ્યાન તેમની આગળ એસ્કોર્ટ કાર અને પાછળ સુરક્ષા વાન હોય છે. પરંતુ આજે આવું પહેલીવાર થયું છે કે તેમની પાછળ કોઈ સુરક્ષા વાન હતી. તેની માટે ગાંધીનગરથી કેમ સુચના આપવામાં આવી હતી તેની કોઈને ખબર નથી. તેમણે આરોપ મુક્યો હતો કે જે રીતે ટ્રેલર ચાલકે બુલેટ પ્રૂફ કાર પર ટ્રક ચઢાવવાની કોશીષ કરી હતી. તે જોતા લાગે છે કે જો બુલેટ પ્રૂફ કાર ના હોત તો સમગ્ર ગાડીના પુરચે પૂરચા ઉડી ગયા હોત.

તેમણે વધુમાં જણાવ્યું કે તેમની હત્યાની સાજીસ રચવામાં આવી રહી હોવાના મુદ્દે તે એસ.પી ને જાણ કરશે. ઉપરાંત તે સરકારને પણ અંગે ફરિયાદ કરશે.

વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવિણ તોગડિયાની કારનો કારનો આજે સુરતના કામરેજ પાસે જબરદસ્ત એક્સિડન્ટ થયો છે. તેમની કારને એક ટ્રેલરે અડફેટે લઈ લેતા તેમની બુલેટપ્રુફ કારનો ક્ચ્ચરઘાણ વળી ગયો હતો, જો કે પ્રવિણ તોગડિયાનો ઘટના પણ આબાદ બચાવ થયો છે. અકસ્માતમાં કોઈ ઇજા નોંધાઈ નથી.

ઉલ્લેખનીય છે કે, વિશ્વ હિંદુ પરીષદના આંતરરાષ્ટ્રીય કાર્યધ્યક્ષ પ્રવિણ તોગડિયા હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયા બાદ ભાજપ અને પીએમ મોદી સામે રીતસરનો મોરચો માંડ્યો હોય તેમ તેમની પર આક્રમક પ્રહાર શરુ કર્યા હતા. તેમણે પોતાના નિવેદનના સ્પષ્ટપણે પીએમ મોદી પર સીધો વાર કરીને તેમના ઈશારે ક્રાઈમ બ્રાંચ તેમને હેરાન કરી રહી હોવાનો સીધો આક્ષેપ મુક્યો હતો.

જો કે પ્રવિણ તોગડિયાએ આની સાથે સાથે ભાજપ માટે હમેંશા માટે મોટો પ્રશ્ન રહેલો સંજય જોશીની સીડી મુદ્દે પણ મોટો ખુલાસો કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું જે સમય આવ્યા પર અમે પણ જણાવીશું કે ગુજરાતમાં સંજય જોશીની સીડી કોણે બનાવી હતી.

દરમ્યાન પ્રવિણ તોગડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં તેમના એનકાઉન્ટરની ભીતિ અંગે વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપ મુક્યો છે. તેમજ કહ્યું છે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જેસીપી જે.કે. ભટ્ટ અને પીએમ મોદી વચ્ચે વારંવાર મને ફસાવવાના મુદ્દે વાતચીત થઈ છે.તેમજ હું ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને અંગે અપીલ કરું છું કે તે જેસીપી જે.કે. ભટ્ટ અને પીએમ મોદી વચ્ચેની પંદર દિવસની કોલ ડીટેલ જાહેર કરે.

(5:28 pm IST)