ગુજરાત
News of Friday, 9th February 2018

અમદાવાદની હોસ્પિટલના ત્રીજા માળેથી છલાંગ લગાવી અમેરિકન યુવતીનો આપઘાતનો પ્રયાસ

ડિપ્રેશનની સારવાર અર્થે દાખલ મૂળ ચાઈનાની 21 વર્ષીય યુવતી અમેરિકન નાગરિકત્વ ધરાવે છે

અમદાવાદની હોસ્પિટલના ત્રીજા માળેથી છલાંગ લગાવી અમેરિકન યુવતીએ આપઘાતનો પ્રયાસ કરેલ હતો શહેરની મીઠાખળીમાં આવેલી HCG હોસ્પીટલના ત્રીજા માળેથી છલાંગ લગાવી અમેરીકન યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જો કે સદનસીબે તે છાપરા પર પડી હતી જેને તાત્કાલિક સારવાર માટે મોકલી દેવાઈ છે 21 વર્ષની લિડિયા વ્હાઇટ મુળ ચાઇનાની છે અને હાલ તે અમેરિકન નાગરિકત્વ ધરાવે છે. આ હોસ્પીટલમાં તે ડિપ્રેશનની સારવાર અર્થે દાખલ થઇ હતી.

(10:49 pm IST)