ગુજરાત
News of Thursday, 9th January 2020

વડોદરામાં દેવું ચૂકવવા પત્નીના દાગીના વેચવા નીકળેલ શખ્સની બાઇકમાંથી ગઠિયો પાંચ ટોળાના દાગીના લઇ રફુચક્કર

વડોદરા: શહેરમાં દેવું ચૂકવવા માટે પત્નીના દાગીના વેચવા માટે નીકળેલા હેર સલૂનના સંચાલકની બાઇકની ડિકિમાંથી કોઇ ગઠિયો આશરે પોણા પાંચ તોલાના દાગીના લઇ ફરાર થઇ ગયો હતો.

અકોટાની દિનેશ મિલ પાસે ગોખલેબાગ સોસાયટીમાં રહેતા અને મુજમહુડાના અશ્વમેઘ- માં હેર સલૂન ધરાવતા જલીનભાઇ પારેખે પોલીસને કહ્યું હતું કે,અગાઉ જ્યાં નોકરી કરતો હતો તે શેઠને રૃા.૪૦ હજાર આપવાના હોવાથી પત્નીના દાગીના વેચવાનું નક્કી કર્યુેં હતું.

છાણીમાં રહેતા મારા મિત્રના માધ્યમથી શુભ જ્વેલર્સના સંચાલકનો સંપર્ક કર્યો હતો અને પત્નીના દાગીના વેચી રૃપિયા ચૂકવવાનું નક્કી ગઇ તા.૫મીએ બપોરે પોણા પાંચેક તોલાના દાગીના બેગમાં મુકી  બેગ બાઇકની ડિકિમાં મુકી હતી.

(5:31 pm IST)