ગુજરાત
News of Thursday, 9th January 2020

ડેડીયાપાડાના નિવાલ્દા પેટ્રોલ પંપ પાસે ઉભેલી ટ્રકમાંથી ૩.૪૫ લાખના પ્લાસ્ટિક દાણાની ચોરી

ટ્રકનો પાટો તૂટતા ટ્રક પેટ્રોલ પંપ પાસે મુકી ડ્રાઈવર મોડી રાત્રે સુઈ ગયા બાદ કોઈ ટ્રકમાં ભરેલા પ્લાસ્ટિક દાણા ની 200 બેગ ચોરી કરી ગયું.

રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા પેટ્રોલ પંપ પાસે ઉભેલી ટ્રક માંથી ૩.૪૫ લાખના પ્લાસ્ટિક દાણાની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર પ્લાસ્ટિકના દાણા ભરી જઈ રહેલી ટ્રકના MH-19-CY-3176 ડેડીયાપાડા નજીક નિવાલ્દા પેટ્રોલ પંપ પાસે પાટા તૂટતા ટ્રક ચાલકે પંપ પાસે ટ્રક ઉભી રાખી ત્યારબાદ મોડી રાત્રે ચાલાક ટ્રકમાં સુઈ જતા કોઈ અજાણ્યા વ્યક્તિઓ એ ટ્રક માંથી પ્લાસ્ટિક દાણા ભરેલી ૨૦૦ બેગ ચોરી કરી ફરાર થઈ જતા આ બાબતે યોગેશ સિતારામ પાટીલે ડેડીયાપાડા પો.સ્ટે.માં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા ચોરોને પકડવા ચક્રો ગતિમાન કરી તપાસ હાથ ધરી છે.તપાસ ડેડીયાપાડા પીએસઆઇ એસ.જે.રાઠવા કરી રહ્યાં છે.

(1:57 pm IST)