A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined offset: 0

Filename: views/print_gujarat_news.php

Line Number: 16

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/print_gujarat_news.php
Line: 16
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Gujarat_news.php
Line: 93
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

ગુજરાત
ગુજરાત
News of Tuesday, 9th January 2018

મકરસંક્રાતિએ પશુઓને સુકુ-લીલુ ઘાસ ખવડાવજો, બાફેલુ - પલાળેલુ અનાજ નહિ

પુણ્યના અવસરને અચૂક વધાવીએ પણ પાપમાં અજાણતા નિમિત ન બની જઇએ

રાજકોટ તા. ૯ : રાજયના જાગૃત નાગરિક તરીકે આપણા મહામૂલા પશુધનના આરોગ્યની જાણે-અજાણે કોઇપણ પ્રકારની હાનિ ન થાય તે જોવાની આપણા સહુની નૈતિક ફરજ છે. મકરસંક્રાતિનું પર્વ આપણા રાજયમાં ખુબ જ ઉમંગ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ પર્વમાં અબોલ પશુધનને બાજરી, જુવાર વિગેરે જેવું ધાન્ય પલાળીને, રાંધીને કે દળીને ખવડાવવાની પરંપરા છે. ઘાસચારો ખાતા પ્રાણીઓની પાચન ક્રિયા તદન ભિન્ન પ્રકારની હોઇ આ પ્રકારના ધાન્ય જાણે-અજાણે અપ્રમાણસર માત્રામાં - વધુ પ્રમાણમાં ખવડાવવાથી પશુને એસીડોસીસ, પોઇઝનીંગ, આફરો વિગેરે જેવી જીવલેણ બિમારીઓ થવાની પુરેપુરી સંભાવના હોય છે. આવી આકસ્મિક બિમારીમાં તાત્કાલિક સારવાર ન મળે તો પશુનું મૃત્યુ પણ નિપજે છે. જેના કારણે પશુ માલિકોને ભારે આર્થિક નુકશાની થાય છે.  તદ્ઉપરાંત પશુને વધુ પ્રમાણમાં માત્ર લીલો ચારો-ઘાસ  ખવડાવવાથી પણ આ પ્રકારની બિમારીનો ભોગ બને છે.

મકરસંક્રાતિના પર્વ નિમિત્ત્।ે આ પ્રકારની રૂઢિ-પ્રણાલી મુજબ પશુધનને આ પ્રસંગે ધાન્ય ન ખવડાવવા તથા વધુ પ્રમાણમાં માત્ર લીલો ઘાસચારો ન ખવડાવતા સુકૂં ઘાસ અથવા સુકૂં અને લીલું ઘાસ મિશ્રણ કરીને જ ખવડાવવા પશુપાલકો, સેવાભાવી સંસ્થાઓ તેમજ રાજયના તમામ નાગરિકોને સંયમ, વિવેક અને સજાગતા દાખવવા પશુપાલન નિયામકશ્રી ગાંધીનગરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

(10:32 am IST)