News of Thursday, 8th December 2022
વડોદરાના માંઝલપુરથી ભાજપના યોગેશ પટેલ 1 લાખ મતોથી જીત્યા: સતત 8મી વખત વિજયી
કોંગ્રેસના ડૉ તશ્ચિન સિંઘને 1 લાખ 251 મતોથી હરાવ્યા.
વડોદરામાં માંઝલપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના યોગેશ પટેલની 1 લાખથી વધુ મતોની સરસાઈથી જીત મેળવી છે, આ સાથે યોગેશ પટેલ સતત 8મી વાર ચૂંટણી લડવાનો રેકોર્ડ કર્યો છે. સાથોસાથ સૌથી વધુ મતો મેળવી સૌથી મોટી સરસાઈનો પણ રેકોર્ડ કર્યા છે. તેમને 1 લાખ 19 હજાર 459 મત મળ્યા છે. કોંગ્રેસના ડૉ તશ્ચિન સિંઘને 1 લાખ 251 મતોથી હરાવ્યા છે.
(11:54 pm IST)