ગુજરાત
News of Sunday, 8th December 2019

રાજ્યમાં સ્કૂલો મર્જ કરવા સામે ભીલીસ્તાન ટાઇગર સેનાનો વિરોધ ગાંધીનગર જતા રોકવા વલસાડ જિલ્લામાં અનેકને નજરકેદ કરાયા

વલસાડ, ધરમપુર, પારડી, ઉમરગામ, વાપી, જેવા વિસ્તારના લોકો નજર કેદ: પ્રમુખ સહિતનાને અટકાવાયા

વલસાડ : રાજ્ય સરકાર દ્વારા પાંચ હજારથી વધુ સ્કૂલોને મર્જ કરવાના નિર્ણય મામલે વલસાડ ભીલીસ્તાન ટાઇગર સેનાએ વિરોધ કર્યો છે અને સ્કૂલ મર્જ કરવાના વિરોધમાં આવતી કાલે ગાંધીનગર ખાતે ભીલીસ્તાન ટાઇગર સેનાએ દ્વારા આંદોલન કરવામાં આવશે.

  વલસાડ જિલ્લાથી મોટી સંખ્યામાં લોકો ગાંધીનગર જવાના હોવાથી પોલીસે તેમને નજર કેદ કર્યા છે. વલસાડ, ધરમપુર, પારડી, ઉમરગામ, વાપી, જેવા વિસ્તારના લોકોને નજર કેદમાં રખાયા છે. ભીલીસ્તાન ટાઇગર સેનાના પ્રમુખ સહિત અનેક લોકોને અટકાવવામાં આવ્યા હતા.

(10:47 pm IST)