ગુજરાત
News of Sunday, 8th December 2019

અમદાવાદ શહેરમાંથી લોકોના હાથમાંથી મોબાઇલ ફોન ઝુટવી લેવાનો શોખ ધરાવતી ટોળકીના બે શખ્‍સોને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ : ૧ર મોબાઇલ જપ્‍ત : ૪ ગુન્‍હાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ શહેર વિસ્તારમાં ઘણા સમયથી આવતા જતા રાહદારીઓના મોબાઇલ ફોનો ઝુંટવી ભાગી જઇ મોબાઇલ સ્નેચીંગ થવાના ગુનાઓ બનવા પામેલ હોય આ ગુનાઓનો ભેદ ઉકેલવા સારૂ શ્રી આશીષ  ભાટીયા, પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા શ્રી અજય તોમર,ખાસ પોલીસ કમિશ્નર ક્રાઈમબ્રાન્ચ નાઓએ સુચના આપેલ હોય જે સુચના આધારે શ્રી દીપન ભદ્રન નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાંચ અને શ્રી બી.વી.ગોહિલ મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમબ્રાન્ચ અમદાવાદ શહેર નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી આર.એસ.સુવેરા તથા સ્કોડના પો.સ.ઇ. શ્રી વાય.જી.ગુર્જર તથા સ્કોડના માણસો આવા ગુન્હાઓ શોધવા માટે પ્રયત્નશીલ હતા અને સ્કોડના માણસો તા.૦૭/૧૨/૨૦૧૯ ના રોજ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ. નારસિંહ મલુસિંહ તથા હે.કો.શૈલેન્દ્રસિંહ લાલસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે આરોપી (૧) ચાંદમીયાં ઉર્ફે ગાંડા S/O પરવેઝમીયાં ગુલામનબી મલેક ઉ.વ.૨૮ રહે. ૨૧, જીન્નત ડુપ્લેક્ષ, કેનાલ પાછળ, અંબર ટાવર, જુહાપુરા, વેજલપુર, અમદાવાદ શહેર મુળ ગામ રાધનપુર, ખાડીવાસ, જિ.પાટણ તથા (૨) આફતાબ ઉર્ફે અલતાફ ઉર્ફે કાલુ સ/ઓ આમીરઅલી સાગીરઅલી સૈયદ ઉ.વ.૧૮ રહે. ચંડોળા તળાવના છાપરા, બી ગલી, શાહઆલમ, ઈસનપુર, અમદાવાદ શહેર  નાઓને ઈદગાહ સર્કલ ખાતેથી પકડી લીધેલ અને તેઓની પાસેથી અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન કુલ નંગ-૧૨ કિં.રુ.૫૯૦૦૦/- ની મત્તાના તથા એક્સેસ કિં.રુ. ૫૦,૦૦૦/- ની મત્તાનું મત્તાનું મળી કુલ રુપિયા ૧,૦૯,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી ચાંદમીયાં ઉર્ફે ગાંડા પરવેઝમીયાં મલેક નાનો મોબાઈલ ચોરીના ગુનામાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે..

પકડાયેલ ઇસમોની પુછપરછ કરતા તેઓએ નીચે મુજબના ગુનાઓ આચરેલ છે.

(૧) આજથી આશરે એકાદ માસ અગાઉ સાંજના સમયે ઓઢવ વેપારી મહામંડળ મેઈન રોડ પરથી એક ભાઈ પસાર થતા હતા તેઓના હાથમાંથી એક VIVO કંપનીનો બ્લેક તથા ગોલ્ડન કલરનો 1726 મોડલનો મોબાઇલ ફોન ઝુંટવી ભાગી ગયેલ હતા. અને જે અંગે ઓઢવ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૮૪/૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯(એ)(૩) મુજબનો ગુનો દાખલ થયેલ છે.

(૨) આજથી આશરે દશેક દિવસ અગાઉ સાંજના સમયે એક ભાઇ ઓટોરિક્ષામાં બેસીને જતા હતા તે વખતે રીંગરોડ બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડ પાસેથી સદર ભાઇના હાથમાંથી એક સિલ્વર કલરનો TECNO કંપનીનો ID3K મોડલનો મોબાઇલ ફોન ઝુંટવી ભાગી ગયેલ હતા. જે અંગે ઓઢવ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૮૬/૧૯ ઇ.પી.કો.કલમ ૩૭૯(એ)(૩) મુજબનો ગુનો દાખલ થયેલ છે 

(૩) આજથી આશરે દશેક દિવસ અગાઉ સાંજના સમયે નારોલ આર.વી.ડેનીયમ સામેથી એક બહેન ઓટોરિક્ષામાં બેસીને જતાં હતાં ત્યારે તેઓના હાથમાંથી OPPO કંપનીનો ડાર્ક જાંબલી કલરનો A35 મોડલનો મોબાઇલ ફોન ઝુંટવી ભાગી ગયેલ હતા. જે અંગે નારોલ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૨૨૧/૧૯ ઇ.પી.કો.કલમ ૩૭૯(એ)(૩) મુજબનો ગુનો દાખલ થયેલ છે.

(૪) આજથી આશરે દશેક દિવસ અગાઉ સાંજના સમયે પીપળજ પીરાણા રોડ ઉપર નુર મસ્જિદની સામેથી એક ભાઈ ઓટોરિક્ષામાં બેસીને જતા હતા તેઓના હાથમાંથી MI કંપનીનો Redmi note 5Pro મોડલનો મોબાઇલ ફોન ઝુંટવી ભાગી ગયેલ હતા. જે અંગે નારોલ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૨૨૨/૧૯ ઇ.પી.કો.કલમ ૩૭૯(એ)(૩) મુજબનો ગુનો દાખલ થયેલ છે  

પકડાયેલ ઇસમો પોતાના મોજ શોખ પુરા કરવા માટે પૈસાની જરૂર હોય અને મોબાઇલ સ્નેચીંગ કરી મળેલ મોબાઇલ ફોનો વેંચી પૈસા મેળવવાનુ વિચારી તેઓ ટુ વ્હીલર વાહનો ઉપર ફરતા અને કોઇ એકલ દોકલ વ્યકતી મોબાઇલ ફોન પર વાતચીત કરતી જણાય તો ચાલુ વાહને તેની નજીક જઇ તેમની પાસેનો મોબાઇલ ફોન આંચકી ભાગી જતા હતા. તેમજ પોતે ગુનો કરતી વખતે પહેરેલ કપડા ગુનો કર્યા બાદ બદલી ડેકીમાં રાખેલ બીજા કપડા પહેરી લેતા હતા.

આ પકડાયેલ આરોપીઓએ સ્નેચીંગ કરી મેળવેલ મોબાઇલફોનો અંગે વણશોધાયેલ બાકીના ગુનાઓ અંગે તપાસ જારી છે અને આ સિવાય બીજા ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શકયતા છે.

(3:22 pm IST)