News of Saturday, 8th December 2018
દાદરા નગર હવેલીમાં શાળા પરિસરમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓનો વિડિઓ વાયરલ
નાની ઉંમરના બાળકો સ્કૂલ ગણવેશ, સ્કૂલ પરિસરમાં જ માણે છે મહેફિલ
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાંથી સમાજ, દેશ અને રાજ્ય માટે શરમરૂપ કહી શકાય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભણવાની ઉંમરે શાળા પરિસરમાં જ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સ્કુલના વિદ્યાર્થીઓનો હોવાનું મનાય છે. જેમાં સ્કૂલ ગણવેશ, સ્કૂલ પરિસરમાં જ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા જોઈ શકાય છે.
(7:57 pm IST)