ગુજરાત
News of Saturday, 8th December 2018

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દવાના અભાવે મહિલાનું મોત :પુત્ર દવા લેવા લાઈનમાં ઉભો હતો

પોસ્ટમોર્ટમ કરાવવાના બદલ પુત્ર માતાનો મૃતદેહ લઈને રવાના

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દવાના અભાવે એક મહિલાનું મોત નિપજ્યુ છે. જાણવા મળતી વિગત મુજબ કોન્ટ્રાકટ પર રહેલા ફાર્માસિસ્ટે હડતાલ પાડી હતી. જેથી દવાની લાંબી લાઈન હતી. તેમજ પુત્ર દવાની લાઈનમાં ઉભો હતો.ત્યારે દવા ન મળતા માતાનું મોત થયુ છે. જે બાદ પુત્ર માતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવાના બદલ મૃતદેહ લઈને રવાના થઈ ગયો હતો .

 બીજીતરફ કોન્ટ્રાકટ ફાર્માસિસ્ટની હડતાલને લઈને નવોદિતોને રૂપિયા 200 અને 700નો પગાર વધારો અપાતા હડતાલ પરત ખેંચી લેવાઈ. પરંતુ દવાના અભાવે પુત્રએ માતા ગુમાવવાનો વારો આવ્યો.

(1:29 pm IST)