ગુજરાત
News of Saturday, 8th December 2018

સુરત રીંગરોડ સેન્ટર પોઇન્ટમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું : દંપતિ અને ગ્રાહકની અટકાયત

રૂમમાંથી એક લલના અને ગ્રાહક જયન્તી દુધાતને કઢંગી હાલતમાં ઝડપી લીધા

સુરત રીંગરોડ સેન્ટર પોઇન્ટ ખાતે સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઉપર અઠવા પોલીસે છાપો મારી સંચાલક દંપતિ અને એક ગ્રાહક ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

  પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અઠવા પોલીસે હેડ કોન્સ્ટેબલ મોહસીન ભાઈ સૈયદને મળેલી બાતમીના આારે આજે મોડી સાંજે રિંગ રોડ સેન્ટર પોઇન્ટ માં બીજા માળે આવેલા વેલકમ સ્પામાં છાપો માર્યો હતો.

 અઠવા પોલીસને અહીં સ્પા ની આડમાં ચાલતું કુટણખાનું મળી આવ્યું હતું. પોલીસે અંદરના રૂમમાંથી એક લલના અને ગ્રાહક જયન્તી ભીખાભાઈ દુધાતને કઢંગી હાલતમાં ઝડપી લીધા હતા.

(6:12 pm IST)