News of Thursday, 8th November 2018
ડભોઇના મંડાળા નજીક ખુલ્લી જગ્યામાં મુકેલી પલાસ્ટિકની પાઇપોમાં આગ : 15 લાખનું નુકશાન
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામા મંડાળાગામ નજીક ખુલ્લી જગ્યામાં મુકેલી પલાસ્ટિકની પાઇપોમાં એકાએક આગ લાગી. આગ લાગતાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડે 2 કલાકની જહેમત બાદ આગ ઓલવી. આગને કારણે આશરે 15 લાખનું નુકશાન થયું હોવાનો અંદાજ છે. આ આગ કેવી રીતે લાગી તેની તપાસ હાથ ધરાઈ છે.
(11:00 pm IST)