ગુજરાત
News of Friday, 8th October 2021

માર્ગ મરામત મહા અભિયાન :વડોદરા જિલ્લામાં ૭૨૯ રજૂઆતો પૈકી ૫૦૭ માર્ગની મરામત પૂર્ણ

આગામી ૧૦મી ઓક્ટોબર સુધી અન્ય કામગીરી પણ પૂર્ણ કરાશે

વડોદરા : રાજ્ય સરકાર દ્વારા તા . ૧૦ મી ઓક્ટોબર , ૨૦૨૧ સુધી રાજ્યભરમાં માર્ગ મરામત મહા અભિયાન હાથ ધરાયું છે . જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં માર્ગ મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત હસ્તકના જે રસ્તાઓ પર ચોમાસામાં ભારે વરસાદને કારણે ખાડા પડી ગયા હોય , એવા રસ્તાઓનું મરામત કામ માર્ગ - મકાન વિભાગ દ્વારા હાથ શરૂ કરાયું છે . જે અંતર્ગત વડોદરા જિલ્લામાં ૭૨૯ રજૂઆત પૈકી ૫૦૭ માર્ગની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરાઇ છે . જ્યારે આગામી ૧૦મી ઓક્ટોબર સુધી અન્ય કામગીરી પણ પૂર્ણ કરાશે .

(11:21 pm IST)