ગુજરાત
News of Friday, 8th October 2021

રેપ કેસમાં વડોદરાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈનના ૧૬ ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજુર

વડોદરાના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક આશકરણ જૈનના ૧૬ ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજુર થયા છે. ૨૪ વર્ષની યુવતી ઉપર બળાત્કાર અંગે તેમની ગઈકાલે પાલીતાણાથી ધરપકડ થઈ હતી. વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ૨૪ વર્ષની કાનુન વિદ્યાશાખાની વિદ્યાર્થિનીએ અશોક જૈન અને રાજુ ભટ્ટ  વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રાજુ ભટ્ટની જુનાગઢથી ધરપકડ કરી હતી અને આ બનાવના મુખ્ય સાક્ષી અલ્પુ સિંધીની હરિયાણાથી ધરપકડ કરવામાં આવેલ. રાજુ ભટ્ટને નાસી છૂટવામાં મદદ કરનાર કાનજી મોકરીયાની પણ ધરપકડ થઈ ગઈ છે.

(10:45 pm IST)