ગુજરાત
News of Friday, 8th October 2021

પલસાણાનાં કડોદરામાં દારૂની બોટલો ભરેલો થ્રી-વ્હીલ ટેમ્પો બિનવારસી હાલતમાં મળ્યો : 3 લાખથી વધુનો મુદામાલ કબ્જે

ગબબર માતાના મંદિરની ગલીમાં બિનવારસી ટેમ્પો મળ્યો : ચાલક તે દારૂ સુરતમાં સપ્લાઈ કરવાની પેરવીમાં હોવાની બાતમીના આધારે પોલીસ પહોંચી

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે દારૂની બોટલો ભરેલો થ્રી-વ્હીલ ટેમ્પો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ દ્વારા ટેમ્પોની તપાસ કરતા ટેમ્પો માંથી દારૂની ૧૮૨૪ બોટલ જેની કિંમત રૂ. ૨.૫૯ લાખ મળી આવતા પોલીસ દ્વારા ટેમ્પો અને દારૂ સહિત કુલ રૂ. ૩.૦૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ. બી.

પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કડોદરા ખાતે આવેલ ગબ્બર માતાના મંદિરની ગલીમાં આઇ.ડી.એસ. ઇંપિરિયલ ડાઇંગ લીમીટેડની ડાબી બાજુ એક ભૂરા રંગનો અતુલ થ્રી-વ્હીલ ટેમ્પો (નં. જી.જે.૦૫.બી.ટી.૨૩૯૩) દારૂ ભરી બિનવારસી હાલતમાં ઉભેલ છે અને તેનો ચાલક મોડી રાત્રે તે દારૂ સુરત શહેરમાં સપ્લાય કરવાની પેરવીમાં છે. પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ પર જઈ તે ટેમ્પોનો કબ્જો લઈ તેની ચકાસણી કરતા તેમાંથી દારૂની નાની-મોટી ૧૮૨૪ બોટલો જેની કિંમત રૂ. ૨ લાખ ૫૯ હજાર ૨૦૦ મળી આવી હતી. તે ટેમ્પોની આજુબાજુ તપાસ કરતા કોઈ મળી ન આવતા પોલીસ દ્વારા દારૂ અને ટેમ્પો થઈ કુલ રૂ. ૩ લાખ ૦૯ હજાર ૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે

(10:13 pm IST)