ગુજરાત
News of Friday, 8th October 2021

સુરતમાં અગાઉ 28 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી

સુરત:શહેરમાં એક વર્ષ પહેલાં કીમ પોલીસે ગેરકાયદે ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી એ ચાર્જશીટ રજુ થયા બાદ કરેલી જામીનની માંગને આજે એનડીપીએસ એક્ટના કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ કૃત્તિ ત્રિવેદીએ નકારી કાઢી છે.

કીમ પોલીસે સપ્ટેમ્બર-2019 ના રોજ ઓટો રીક્ષામાં ગેરકાયદે વેચવાના ઈરાદે ઓટો રીક્ષામાંથી 28 કીલો ગાંજાના કુલ 11 જેટલા પાર્સલ સાથે આરોપી દુર્ગાપ્રસાદ રમાકાંત મિશ્રા (રે.યશ રેસીડેન્સીઆરાધના ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ,જોલવા),  તથા  સહ આરોપી પ્રમોદ મંગલુ તથા નારાયણને  નાર્કોટીક્સ એક્ટના ભંગના ગુનામાં ઝડપી લીધા હતા.હાલમાં છેલ્લાં એકાદ વર્ષથી લાજપોર સેન્ટ્રલ જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દુર્ગાપ્રસાદ મિશ્રાની અગાઉ સ્થાનિક અદાલતે જામીન નકારતા હાઈકોર્ટમાં કરેલી જામીનની માંગ નકારાય તેવા કોર્ટનું વલણને પારખીને પરત ખેંચી લીધી હતી.

જેથી હવે  પોલીસ દ્વારા ચાર્જશીટ રજુ થયા બાદ  તપાસ બાકી રહેતી ન હોઈ આરોપી દુર્ગાપ્રસાદે વધુ એકવાર જામીન માંગ્યા હતા. જેના વિરોધમાં એપીપી વર્ષા પંચાલે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમદર્શનીય કેસ અને સક્રીય સંડોવણી છે.જેથી આરોપીને જામીન મુક્ત કરવાથી પરપ્રાંતીય હોઈ ટ્રાયલમાં હાજર ન રહેવા માટે નાસી ભાગી જાય કે સાક્ષી પુરાવા સાથે ચેડા કરે તેવી સંભાવના છે.

(6:12 pm IST)