ગુજરાત
News of Friday, 8th October 2021

સિલ્વર ઓક યુનિવર્સીટીની આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધિ

(કેતન ખત્રી) અમદાવાદઃ IEEE વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય તકનીકી વ્યવસાયિક સંસ્થા છે. આઈઈઈઈ તેના તમામ સભ્યોના સર્વાંગી (૩૬૦ ડીગ્રી) વિકાસ કરવાના હેતુ સાથે તે વિશ્વભરમાં વિસ્તરેલી છે. કાર્યક્ષેત્રને સમાન રાખીને, સંસ્થાએ વિધ્યાર્થીઓમાં તકનીકી નવીનતાઓ અને સંશોધનિક અભિગમ કેળવવા ના હેતુ સાથે વિદ્યાર્થી શાખાઓની શરૂઆત કરી હતી . આઈઈઈઈ (IEEE)નાં વૈશ્વિક નકશામાં R10 (રિજીયન ૧૦) એ એશિયા-પેસિફિક ક્ષેત્ર તરીકે ઓળખાતો રિજીયન છે જેમાં એશિયા ખંડ ના ૪૮ દેશો ઉપરાંત ઓસ્ટ્રેલિશિયા ખંડ સહીતની ૧૬૪૪ આઈઈઈઈ વિદ્યાર્થી શાખાઓ સમાવિષ્ટ છે.  ડો.સાત્વિક ખરા- હેડ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સિલ્વર ઓક યુનિવર્સિટી એન્ડ, ફાઉન્ડર મેમ્બર, આઈઈઈઈ એસઓયુ સ્ટુડન્ટ બ્રાન્ચ, વાઇસ -ચેર, એસએસી, આઈઈઈઈ ગુજરાત સેકશન એન્ડ પ્રો.મયુરેશ કુલકર્ણી - પ્રોફેસર, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગ, સિલ્વર ઓક યુનિવર્સિટીના પ્રેસ મીટમાં ઉપસ્થિત હતા. અમને ઉદ્ઘોષિત કરતાં અત્યંત આનંદ અને ગર્વ થાય છે કે, સિલ્વર ઓક યુનિવર્સિટીની આઈઈઈઈ વિદ્યાર્થી શાખાએ સમગ્ર R10 રિજીયનમાં તાજેતરની 'IEEE આંતરરાષ્ટ્રીય સ્પાર્કલર્સ સમિટ-૨૦૨૧' માં 'IEEE R10 SAC ઉત્કૃષ્ટ વિદ્યાર્થી શાખા-૨૦૨૧'  તરીકેનો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર હાંસલ કરીને ગુજરાત રાજ્ય અને સમગ્ર  ભારત રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.

(3:02 pm IST)