ગુજરાત
News of Friday, 8th October 2021

સુરત કોર્પોરેશનનો સપાટો : BU પરમિશન વિનાની ૮૪ હોસ્પિટલો કરી સીલ

સુરત, તા.૮: સુરતમાં આજે બીજી દિવસે પણ BU પરમિશન અને મંજૂરી વિના ચાલતી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી, સુરત મનપા દ્વારા બે દિવસે ૮૪ હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે, જ્યારે ૧૦ હોસ્પિટલોને સંપૂર્ણ સીલ કરવામાં આવી, વારંવાર હોસ્પિટલોમાં આગની ઘટના સામે આવ્યા બાદ સુપ્રીમ કોર્ટ કડક વલણને જોતા હવે મનપા દ્વારા શખ્ત હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હોસ્પિટલોને સીલ અને સંપૂર્ણ બંધ કર્યા બાદ ૭૪ હોસ્પિટલોને આંશિક સીલ કરાઈ હતી. મનરાએ સુરતાના વરાછા વિસ્તારમાં આવેલી સૌથી વધુ ૨૧ હોસ્પિટલોને સીલ કરી છે જ્યારે સૌથી વધુ હોસ્પિટલ રાંદેર ઝોનમાં આવેલી છે તેમાં ૭ થી ૪ હોસ્પિટલો જ સીલ કરાતા મનપાની કાર્યવાહી સામે પણ શંકા ઉપજી રહી છે. 

મહત્વનું છે કે ગઈ કાલે સુરતમાં બીયુ પરમિશન વગર ધમધમતી હોસ્પિટલો સામે મનાપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનપા દ્વારા છેલ્લા ૧ મહિનાથી સર્વેની કામગીરી કરી જેમાં શહેરની ૧૯૯ હોસ્પિટલો બીયુ પરવાનગી વગર ચાલતી હોવાનું સામે આવ્યું હતું, જે બાદ મહાનગર પાલિકા દ્વારા શહેરની ૪૬ હોસ્પિટલોને એક સાથે સીલ કરી હતી, ઉલ્લેખનિય છે કે મનપા દ્વારા કરાયેલા સર્વેમાં ૧૦૦ હોસ્પિટલો પાસે તો બાંધકામની મંજૂરી પણ નહીં હોવાનું સામે આવ્યું હતું. ગઈ કાલે પણ સુરત મનપાએ ૭ હોસ્પિટલોને સંપૂર્ણ સીલ કરી દીધી છે, ત્યારે આજે પણ ૧૦ હોસ્પિટલોને સંપૂર્ણ સીલ કરી દેવાઈ છે, જ્યારે ગઈ કાલે ૩૭ હોસ્પિટલોને આંશિક સીલ કરવામાં આવી તો આજે  ૭૪ હોસ્પિટલોને આંશિક સીલ કરાઈ છે.

કોરોના બીજી લહેરમાં રાજ્યની કોવીડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ અંગે સુપ્રીમ કોર્ટના કડક વલણને પગલે પાલિકાએ વિકાસ પરવાનગી મેળવ્યા વગર જ શરૂ થઇ ગયેલી ૧૯૯ હોસ્પિટલો પૈકી ૪૬ હોસ્પિટલોને એક સાથે સીલ માર્યું હતું. તો મનપા દ્વારા આજે બાકી રહેલી હોસ્પિટલોની યાદી તૈયાર કરવામાં આવી છે. શહેરની ૮૮૩ હોસ્પિટલોમાં સર્વે કરાયો હતો જેમાં બીયુ મેળવ્યા વગર જ ૩૪૯ હોસ્પિટલ જ્યારે ૨૯૦ હોસ્પિટલો તો પરવાનગી વગરની મળી આવી હતી.

(12:46 pm IST)