ગુજરાત
News of Friday, 8th October 2021

રાજપીપળામાં વ્યાજે આપેલા રૂપિયા બાબતે થયેલી માથાકૂટમાં તોડફોડ કરી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા ; રાજપીપળા નવાપરામાં વ્યાજે લીધેલા રૂપિયા બાબતે માથાકૂટ થયા બાદ રૂપિયા આપનાર વ્યક્તિએ લેનાર વ્યક્તિના ઘરે જઈ તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ થયો છે.

  પ્રાપ્ત વિગતો અનુસાર તુષારકુમાર નવીનચંદ્ર પટેલ (રહે. રાજપીપળા, નવાપરા પન્નાલાલ પંડ્યા સ્ટ્રીટ )એ આપેલી ફરિયાદ મુજબ તેમને રૂપિયાના જરૂરિયાત ઉભી થતા ફળીયામાં રહેતા હેમરાજસિંહ પ્રદિપસિંહ ગોહીલ પાસેથી તા ૨૪/૦૨/૨૦૨૦ થી તા.૧૫/૦૬/૨૦૨૧ દરમ્યાન માસિક ૧૦% ના વ્યાજદરે ટુકડે-ટુકડે રકમ રૂ,૨૦.૦૦.૭૭૩ (વીસ લાખ સાત સૌ તૌતેર રૂપિયા પુરા) ની રકમ સામે તા.૧૦/૦૨/૨૦૨૦ થી તા. ૦૬/૦૯/૨૦૨૧ સુધીમાં તેમણે હેમરાજસિંહને અલગ-અલગ ખાતામાં નીફ્ટી, આર.ટી.જી.એસ તથા ગુગલ પે થી રૂપિયા રૂ.૪.૧૯.૩૫૨ (ચાર લાખ ઓગણીસ હજાર ત્રણ સૌ બાવન રૂપિયા) ચુકવેલા હોય હેમરાજસિંહ એ બાકીની મુળ મુંડી રૂ.૧૮,૬૦૦૦ (અંકે રૂપિયા અઠાર લાખ છ હજાર પુરા)ની ગણી તે રકમનુ આઠ મહીનાનુ માસિક વ્યાજ રૂપિયા .૧૩,૦૦ ૦૦૦ (અંકે રૂપિયા તેર લાખ પુર) ગણી બંન્ને રકમ મળી કુલ્લે રૂપિયા.૩૦,૦૦૦૦૦ (અંકે રૂપિયા ત્રીસ લાખ પુરા) ચુકવવાના બાકીમા હોવાનુ જણાવી જે રકમ તુષારભાઈ પાસેથી એક સામટી આપી દેવાનુ જણાવતા તેઓ ચુકવી નહી શકતા ગઇ તા.૨૭/૦૯/૨૦૨૧ નારોજ રાતના સાડા અગિયાર વાગ્યે તુષારભાઈ ના રહેણાંક મકાનની બહાર પાર્ક કરેલ એક્ટીવા બાઇકને લાકડીઓ મારી નુકશાન કરી તેમજ તા.૦૧/૧૦/૨૦૨૧નારોજ રાત્રીના અઢી વાગ્યાના સુમારે તેમના મકાનનો આગળનો ગેટ કુદીને મકાનનો બંધ દરવાજો ખખડાવતા દરવાજો ખોલતા હેમરાજસિંહ મકાનમા આવી તુષારભાઈ ને રૂપિયા કેમ આપતો નથી? તેમ બોલી ગાળાગાળી કરી તથા તેમના પિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બહાર જઇ પથ્થર લઇ દરવાજાની બાજુમા આવેલ બારીનો કાચ પથ્થર વડે મારી તોડી નાખી નુકશાન કરતા તે સમયે ચિરાગભાઈ ઇશ્વર ભાઈ પટેલ દોડી આવતા તેમને પણ તારે શું છે તેમ કહીને ધક્કો મારી જમીન ઉપર પાડી દેતા રાજપીપળા પોલીસે હેમરાજસિંહ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(10:36 pm IST)