ગુજરાત
News of Friday, 8th October 2021

નર્મદા વન વિભાગ દ્વારા આઠ સ્થળો પર પ્રોજેક્ટર દ્વારા મુખ્યમંત્રીનો પ્રજાજોગ સંદેશ લાઈવ બતાવવામાં આવશે

(ભરત શાહ દ્વાર) રાજપીપળા : દર વર્ષે ૨ જી ઓકટોબર એટલે કે ગાંધી જયંતીથી શરૂઆત થઇ ૮ મી ઓકટોબર સુધી આવનારી પેઢીની વન્યજીવ માટેની લાગણી વધારવાના સંનિષ્ઠ પ્રયાસના ભાગરૂપ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી વન વિભાગ દ્વારા કરવામા આવે છે.સામાજીક અને જનજાગૃતિ માટે નર્મદા વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની તમામ રેંજોમા અત્યાર સુધી સાત સ્થળો પર સાત પ્રોગ્રામ કરવામા આવ્યા છે.અત્યારસુધી કરવામા આવેલ પ્રોગ્રામમા મુખ્યત્વે સ્વચ્છતા અભિયાન , નિબંધ સ્પર્ધા , વાવેતર , ફોટોગ્રાફી , રંગોલી સ્પર્ધા , રન ફોર વાઇલ્ડ લાઇફ , મુવી સ્ક્રીનીંગ , પોસ્ટર કાર્ડ તેમજ ફોટો ડીસ્ટ્રીબ્યુશન , ટી - શર્ટ કેપ જેકેટ ડીસ્ટ્રીબ્યુશન , વન્યજીવ કવીઝ , જંગલ ટ્રેકીંગ , બર્ડ વોચીંગ જેવી પ્રવૃતિઓ જન જાગૃતિમાટે કરવામાં આવેલ છે.વન્યપ્રાણી સપ્તાહના સમાપન દિવસ તા.૦૮-૧૦- ૨૦૨૧ના રોજ સવારે ૧૧:૩૦ થી ૧૨:૦૦ કલાક સુધી માન . મુખ્યમંત્રીનો પ્રજાજોગ સંદેશ પ્રસારીત થનાર છે . જે નિહાળવા માટે નર્મદા વન વિભાગ દ્વારા ૮ સ્થળોપર પ્રોજેકટર દ્વારા વ્યવસ્થા રાખવામાં આવેલ છે . જેમા ૧૦૦૦ થી વધુ શાળાના બાળકોને લાઇવ બતાવવામાં આવશે .

(10:32 pm IST)