ગુજરાત
News of Monday, 8th October 2018

ગુજરાતની જનતા માટે બીન ગુજરાતીઓ આવકારદાયક: વિકાસમાં બીન ગુજરાતીઓનો સિંહફાળો: જીતુભાઈ વાઘાણી

રાજ્ય સરકાર તથા પોલીસ વિભાગ બીનગુજરાતીઓના રક્ષણ માટે કટિબદ્ધ:કોઈએ ગભરાવવાની જરૂર નથી

 

અમદાવાદ :ગુજરાત તથા દેશની પ્રજાએ વિશ્વાસ મુકીને કેન્દ્રમાં  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ભાજપા સરકારને જે પ્રકારે આવકાર આપ્યો છે તે કોંગ્રેસને આંખમાં કણાની માફક ખૂંચી રહ્યું છે કોંગ્રેસ જ્ઞાતિવાદ -જાતિવાદ તથા પ્રાંતવાદના નામે વર્ગવિગ્રહ ફેલાવી યેનકેન પ્રકારે રાજ્યની શાંતિ ડહોળવા માંગે છે.તેમ પ્રદેશ ભાજપ પપ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું

  જીતુભાઇ વધાણીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ ગુજરાત રાજ્યનું અર્થતંત્ર ખોરવવાની મલીન રાજનીતિ કરી રહી છે. શું કોંગ્રેસ ઉદ્યોગકર્મીઓ અને પરપ્રાંતીયોને ડરાવી-ધમકાવીને,ભગાડીને,ઉદ્યોગોને અટકાવી રાજ્યના અર્થતંત્રને ખોરવવા માંગે છે ભાજપા ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ના મંત્રને લઇ ને તમામ લોકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે.જયારે સતા મેળવવા માટે ગમે તેવા હથકંડા અપનાવવા તે કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે.

 વાઘાણીએ જણાવ્યુ હતુ કે, અગાઉ પણ કોંગ્રેસના નેતાઓએ શાંતિ જાળવવાની જગ્યાએ ઉશ્કેરણીજનક નિવેદનો આપીને વાતાવરણને તંગ બનાવવાના કૃત્યો કર્યા હતા. રાજ્યની શાંતિ જોખમાય તેવા બનાવો બને ત્યારે તેને ડામવાની જગ્યાએ કોંગ્રેસે હંમેશા પ્રજાને ઉશ્કેરવાના પ્રયત્નો કર્યા છે આજસુધી કોંગ્રેસના કોઇપણ આગેવાનોએ રાજ્યમાં શાંતિ જાળવવા માટે અપીલ સુધ્ધાં કરી નથી

 વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત એક સંસ્કારી રાજ્ય છે. ગુજરાતની જનતા સદાય બીનગુજરાતી જનતાને આવકારે છે તથા ગુજરાતના વિકાસમાં બીનગુજરાતીઓનો સિંહફાળો છે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સીધી સુચના થી બીનગુજરાતીઓને સંપૂર્ણ રક્ષણ આપી આવા હુમલાઓને સત્વરે ડામવા માટે પોલીસતંત્ર કડકમાં કડક પગલા લઇ રહ્યું છે. આવા ભયના ઓથાર ફેલાવવા માટે દુષ્કૃત્યો કરતા વિકાસના વિરોધીઓને ઓળખી લેવા જરૂરી છે. ગુજરાતની જનતા, રાજ્ય સરકાર તથા પોલીસ વિભાગ હરહંમેશ બીનગુજરાતીઓના રક્ષણ માટે કટિબદ્ધ છે.કોઈએ ગભરાવવાની જરૂર નથી

  શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ ગુજરાત રાજ્યનું અર્થતંત્ર ખોરવવાની મલીન રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસ પ્રેરિત કેટલાક લેભાગુ તત્વો આવા દુષ્કૃત્યો કરી રહ્યા છે જે કોંગ્રેસનું ખૂબ મોટું ષડયંત્ર હોવાનું જણાય છે. ત્યારે રાજ્યની જનતા શાંતિ જાળવી રાખે. રાજ્યની આર્થિક કરોડરજ્જુ ખેતી અને ઉદ્યોગ છે. આવનાર તહેવારોના સમયે ઉદ્યોગોમાં નાના-મોટા ઓર્ડર-કન્સાઇનમેન્ટ નક્કી થયેલા હોય ત્યારે શું કોંગ્રેસ ઉદ્યોગકર્મીઓ અને પરપ્રાંતીયોને ડરાવી-ધમકાવીને ભગાડીને ઉદ્યોગોને. અટકાવી રાજ્યના અર્થતંત્રને ખોરવવા માંગે છે

 વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપા ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ના મંત્રને લઇ ને તમામ લોકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે.જયારે સતા મેળવવા માટે ગમે તેવા હથકંડા અપનાવવા તે કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે.કોંગ્રેસ હંમેશા સત્તા મેળવવા પ્રકારના હીનકાર્યો કરતી આવી છે. સત્તાવિહોણી કોંગ્રેસના આવા નિવેદનોથી અશાંતિ ફેલાવવાના ષડયંત્રોની તેની મેલીમુરાદ રાજ્યની પ્રજા સમક્ષ છતી થઇ ગઇ છે ત્યારે ગુજરાતની જનતા ક્યારેય કોંગ્રેસના આવા ષડયંત્રોને સફળ થવા નહી દે તેવી વાઘાણીએ ખાતરી આપી હતી.

(10:51 pm IST)