ગુજરાત
News of Monday, 8th October 2018

ગુજરાતમાં પરપ્રાંતીયો પર થતા હુમલાના કેન્દ્રમાં પડઘા ;ગૃહ મંત્રાલયે રાજ્ય પાસે મંગાવ્યો રિપોર્ટ

અમદાવાદ ;રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પરપ્રાંતિયો પર થતા હુમલાની ઘટનાઓથી કેન્દ્ર સરકાર ચિંતિત બની છે. અને ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે.

 સાબરકાંઠાના ગાંભોઈના ઢુંઢર ગામે પરપ્રાંતિય શખ્સ દ્વારા દોઢ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી.જે બાદ રાજ્યભરમાં પરપ્રાંતિયો સામે રોષ ભભુકી ઉઠ્યો હતો  ચોક્કસ સમાજ દ્વારા પરપ્રાંતિયો પર હુમલા અને વતન ચાલ્યા જવાની ધમકીઓ આપવામાં આવી હતી. .

 કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે.બીજીતરફ શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યુ છે. ઉચ્ચ અધિકારીઓ પણ પેટ્રોલિંગમાં જોડાશે.

(1:09 pm IST)