ગુજરાત
News of Saturday, 8th September 2018

દાહોદ અને મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ :દાહોદ પંથકમાં હળવો વરસાદ :વલસાડમાં છુટાછવાયા ઝાપટા

 

અમદાવાદ ;દાહોદ અને મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જોવાયો હતો :દાહોદ પંથકમાં હળવો વરસાદ વરસ્યો હતો જયારે વલસાડ જિલ્લામાં  છુટાછવાયા ઝાપટા પડ્યા હતા દાહોદમાં વાતાવરણમાં પલટો નોંધાયો છે. વાદળછાયા વાતાવરણ ધીમીધારે વરસાદ શર થયો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે.

મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું હતું જોકે, જિલ્લામાં કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદનું આગમન થયું છે.

(11:33 pm IST)