ગુજરાત
News of Saturday, 8th September 2018

હાર્દિક પટેલના સમર્થનમાં મહેસાણાનું ગોઝારીયા ગામ સજ્જડ બંધ

અમદાવાદ ;પાસના સંયોજક હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઈને મહેસાણા ગોઝારિયા ગામે બંધ પાળવામાં આવ્યો છે. ગોઝારિયા ગામે આજે સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે.

 ગામના મુખ્ય બજોરો પણ બંધ જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન શરૂ કર્યા. ત્યારથી મહેસાણામાંથી હાર્દિકને અભુતપુર્વ સમર્થન મળી રહ્યુ છે.

(10:21 pm IST)