વડોદરાથી શિરડી જતી કાર ખીણમાં ખાબકી :સાંકળપાતળ પાસે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા મુસાફરોને નાની મોટી ઇજા
વડોદરાથી શીરડી જતી કાર વઘઈથી સાપુતારા રોડ પર ખીણમાં પલ્ટી ખાઈ ગઈ હતી. સદ્દનસીબે કોઈ જાનહાની નોંધાવા પામી ન હતી.
આ અંગેની વિગત મુજબ વડોદરાથી શિરડી સાંઈબાબાના દર્શન અર્થે જઈ રહેલા મુસાફરો ભરેલી કાર સાકરપાતળ ગામ પાસે ખીણમાં પડી હતી. કાર નંબર જીજે.36.એફ.2609નો ડ્રાઇવર વઘઇથી સાપુતારાને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ ઉપર સાકરપાતળ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો.
ડ્રાઈવરનો સ્ટિયરીંગ પર કાબુ ન રહેતા કાર ઉંડી ખીણમાં ખાબકી હતી. કાર ખીણમાં ખાબકતા તેમાં સવાર લોકોએ બચાવ માટે બુમાબુમ કરી મૂકી હતી. જોકે સદનશીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નહોતી. કારમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી. જેમને સ્થાનિક લોકો અને ફાયર ફાયટરની ટીમની મદદથી બહાર કાઢી સારવાર અર્થે આહવાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.