ગુજરાત
News of Saturday, 8th September 2018

શામળાજી ચાર રસ્તા નજીક વોચ ગોઠવીને પોલીસે 7.34 લાખના મુદામાલ સાથે ચારની ધરપકડ કરી

અરવલ્લી: જિલ્લાના શામળાજી ચાર રસ્તેથી પસાર થતી અલ્ટો કાર અને પીકઅપ ડાલાને જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ગોઠવાયેલી ર્વાચ દરમ્યાન ઝડપી પડાતાં રૂ..૩૪ લાખના મુદ્દામાલ સાથે ઘરફોડના ગુનામા કુખ્યાત પરપ્રાંતીય જોગી ગેંગ ના ઘરફોડીયાઓ ઝડપાયા હતા.

 


સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં ઘરફોડ ના ૪૭ ગુનાઓ આચરનાર ગેંગે શામળાજી પોલીસ ના કબ્જામાં રખાયેલ વિદેશી દારૂ ની પણ ચોરી કરી હોવાનું સનસનીખેજ કબુલાત કરી હતી.જયારે ઘરફોડ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત મુદ્દામાલ સાથે ઝડપી પડાયેલા આરોપીઓ પાસેેથી સોના-ચાંદીની લગડીઓ પીતળની મૂર્તિઓ સહિત બે વાહનો કબ્જે કરાયા હતા.

(4:42 pm IST)